એક પ્રેમ કથા

સાચો પ્રેમ : એક પ્રેમ કથા
         એક સુંદર નદીના કિનારે આવેલું ગામ આ નાનકડા ગામ માં કજરી નામની એક સુંદર કન્યા રહેતી હતી. કજરીના રૂપના વખાણ એટલે સુધી હતા કે લોકો કહેતા કે આ કન્યા કોઈ રાજ કુમારીથી આછી નથી. એનું રૂમ ચંદ્ર માના રૂપને પાછું પાડે તેવું હતું ચંદ્ર જેવું મુખ, અણીયારી આંખો, ગુલાબ ના ફુલ જેવા હોઢ, ચટાકે દર કમર છતાં તેના રૂપના વખાણ ઓછા પડે.
         હવે મહત્વ ની વાત આટલું સુંદર રૂપ હોવા છતાં ના હોવા બરાબર હતું કારણ કે, તેની આંખોમાં રોશની ના હતી. બચપણ થી જ અંધ હતી. આ ગામ ની નજીકના ગામ માં એક બદસુરત, કાળો પરંતુ મહેનતુ અને સ્વભાવે દયાળુ છોકરો રહેતો હતો. તેનું નામ કલ્પત હતું.
         એક સમયની વાત છે કજરી ચાલી ને નજીક ના ગામ માં જતી હતી એ જ સમયે સામે થી વાહન આવતું હતું પરંતુ કજરી અંધ હોવાથી રસ્તા પર ચાલી રહી હતી આ બધુ સામેથી કલ્પત જોઈ રહ્યો હતો. જેવું વાહન કજરી પાસે પહોસ્યું કે કલ્પતે દોડીને ક્જરીને બચાવી લીધી. પછી ઓળખાણ થઇ બને તરફ થી પ્રેમના ફણગા ફૂટ્યા.
         ધીરે ધીરે બંને એક-બીજા મળવા લાગ્યા તથા પ્રેમ કરવા લાગ્યા. વાતમાં ને વાત માં એક વાર કજરીએ કલ્પતને કહ્યું કે " જો મારી પાસે આંખો હોત તો હું પહેા તને જોવાનું પસંદ કરીશ. પરતું મારી કમનસીબી કે હું જોઈ શકાતી નથી.". આ શબ્દ પલ્પતે પોતા ના હૈયામાં કેદ કરી દીધા.
         થોડા સમય પછી ક્લાપાત કજરીને પોતાનો ફોટો આપીને બહાર જવાનું હોવાનું બહાનું કરી ને પોતાને ગામ જતો રહ્યો. ત્યાર બાદ કજરી ને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેમના માટે કોઈએ આંખનું દાન કર્યું છે. કજરી ખુશ થઇ ને હોસ્પિટલમાં ભરતી થઇ અને ઓપરેશન કારવ્યું. હવે તે જોઈ શકતી હતી.
      હોસ્પિટલમાંથી આવ્યા પછી ક્જરીને કલ્પતની યાદ આવી તને દોડીને છુપાવેલ કલ્પતનો ફોટો જોયો એ જોતા જ કજરીનું દિલ તૂટી ગયું તે વિચારવા લાગી કે હું જે છોકરાને પ્રેમ કરું છું તે આટલો બદસુરત છે. તેને કલ્પતને સંદેશો મોકલ્યો કે, " કલ્પત હું માફી માંગું છું પરંતુ મારી અને તારી જોડી બરાબર નથી. હું સુંદર, સુશીલ અને દેખાવડી છું ત્યારે તું બહુ જ બદસુરત અને કાલો છે. માટે મને ભૂલી જજે".
        થોડા દિવસ પછી તેના સંદેશાનો જવાબ આવ્યો કે, " ભલે કજરી હવે તને આંખો મળી ગઈ માટે મને ભૂલી ગઈ પરતું મારી આંખોને સાચવજે.".
       આ વાચવાની શાથે જ કજરી ઉપર માનો કે આભ તૂટી પડયું  અને તેને એહસાસ થયો. કે પથ્થર ભેગા કરતા કરતા મેં હીરા ને ખોઈ દીઠો.