ઐતિહાસિક સ્થળ

ઐતિહાસિક સ્થળ પાટણ આ જગ્યા જરૂર ગમશે

              
            દિવાળીની રજાઓમાં આ જગ્યા પણ તમારુ મન મોહી લેવા માટે બેસ્ટ છે. વન ડે પિકનિક મનાવી જો ચિલ આઉટ કરવા માંગતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે આપની માટે.

               પાટણ એટલે કે પ્રાચીન અણહીલવાડ અણહીલપુરના નામે પણ જાણીતું છે. સરસ્વતી નદીના તટે આવેલું અને ગુજરાતના મહેસાણાથી લગભગ ૫૭ કિ.મી. આવેલું આ ઐતિહાસિક શહેર ૬૦૦ વર્ષ પૂર્વે ગુજરાતનું પાટનગર કહેવાતું. લગભગ ૮મી સદીથી ૧૪મી સદી દરમિયાન રાણા ભીમદેવ તેમના પુત્ર કરણદેવ અને પૌત્ર સિદ્ધરાજ જયસિંહના આધિપત્ય સમયે અહીં મંદિર, મસ્જિદ, વાવ, તળાવ અને બીજી કેટલીક સમાધિ જેવા સ્થાપત્યની રચના થઇ, પરંતુ આ બધામાં ‘રાણીની વાવ’ એ સૌથી ભવ્ય અને અદ્ભુત રચના છે.



                   આ પગથિયાંવાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિરના સ્મારક સમું અનેક દેવ-દેવીઓની મૂર્તિઓથી સમૃદ્ધ છે. પગથિયાં ઊતરતા સામેની પશ્વિમ દિશાની દીવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સૂતેલા વિષ્ણુની કોતરણીવાળો ગોખ જીવંત લાગે છે. કલા-કારીગરીના ઉત્કૃષ્ટ નમૂના જેવી વાત ત્યારબાદ કેટલાય સમય સુધી જમીનની અંદર જ જાણે કે દટાઇ ગઇ. સમયના થપેડા સાથે સરસ્વતી નદીમાં આવતા પૂર અને સરકારની ઉપેક્ષાના લીધે આ વાવની કૃતિઓને નુકસાન પણ ઘણું પહોંચ્યું. ૧૯મી સદીની શરૂઆતના દરમિયાન આર્થર માલેટ, હેનરી કયુસેન તેમજ જેમ્સ બર્ગેસની પાટણની મુલાકાત દરમિયાન આ વાવ કે જેની પાછળની દીવાલ અને તોરણ જેવા થાંભલા માત્ર દેખાતા હતા તે ઉપરથી જાણકારી પ્રાપ્ત થઇ. ૧૯૬૮માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ત્યારબાદ અહીં ઉત્ખન્ન કાર્યનો પ્રારંભ કર્યો.