ભૂજ
ભૂજમાં કેટલીક જૂની ઐતિહાસિક ઇમારતો છે જેવી કે જમાદાર ફતહેર મહંમદની કબર, પન્ના મસ્જીદ, ખ્યાતનામ આયના મહલ અને રાલાખાની છત્રી સાથેનો રાવ પ્રાગમલજીનો રાજમહેલ, નગરની દિવાલોમાં યાદગાર પથ્થરો છે. તા. ૨૬-૧-૨૦૦૧ ના વિનાશક ભૂકંપમાં આ ઇમારતોને ગંભીર નુકસાન થયું છે. જુનો કિલ્લો, છાવણી અને ભુજિયો ડુંગરનો કિલ્લો, દેસલસર અને હમીસર સરોવરો શહેરને સુંદરતા બક્ષે છે. હમીરસર સરોવર મનપસંદ સ્થળ છે. જયાં લોકો રજાના દિવસે મોટી સંખ્યામાં આવે છે. અગાઉ ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાતું કચ્છ સંગ્રહાલય મહારાવ ખેંગારજીએ સ્થાપ્યું હતું. ગુજરાતમાં તે સૌથી જુનું સંગ્રહાલય છે અને તે કચ્છના ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવે છે. વિખ્યાત સ્વામીનારાયણ મંદિર, હાટકેશ્વર મંદિર, ભૂજંગ નાગ કે સર્પમંદિર, કચ્છના અગાઉના રાજવીઓની કુળદેવી આશાપુરી માતાના મંદિર સહિત શહેરમાં કેટલાક મહત્વના મંદિરો છે. અહીં જિનદત્ત સુરીશ્વરજીના સંભવનાથ મંદિર તરીકે ઓળખાતા જૈન મંદિરો પણ છે.
માંડવી
માંડવી અગાઉ વહાણ બાંધવાના મહત્વના કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતું. ૧૭૮૦માં માંડવીમાં બંધાયેલ વહાણ ઇંગ્લેન્ડ સુધી ગયું હતું. રાવ ખેંગારજીએ બંધાયેલ સુંદરવ વૈષ્ણવ મંદિર, શેઠ તોપોને બંધાવેલ લક્ષ્મીનારાયણ મંદિર, સ્વામનિરાયણ મંદિર, અસર માતાનું મંદિર, ધોરમનાથ મંદિર, પીર તાનાસાની કબર અને રાવલ પીરનું સ્થાનક અહીં આવેલાં છે. રાજ્યના પ્રવાસન નગિ આ સ્થળને પ્રવાસીઓ માટેના સંભવિત વિકાસ કેન્દ્ર તરીકે ગણ્યું છે.
રામપર વેકરા
અહીં સ્વામીનારાયણ મંદિર છે, જેઓની પાદુકાને કારણે આ ગામ સુવિખ્યાત યાત્રાધામ બન્યું છે. ત્યાં કુદરતી પાણીના પ્રવાહવાળા ગંગાજી અને જમનાજી નામના બે પવિત્રકુંડ છે. કારતક સુદ પૂનમ રૂકમાવતી નદીની બાજુએ ગંગાજીમાં મેળો ભરાય છે.
જખૌ
કચ્છમાં જૈન પંચતીર્થી (પાંચ યાત્રા સ્થળો) તરીકે જાણીતાં પાંચ સ્થળો- સુથળી કોઠારા, જખૌ નલઆઅને તરા છે. તે કી જખૌ એકપૈકિ સ્થળ છે.
કંડલા
જુના અને નાના કંડલા બંદરના બદલે નવું કંડલા બંદર ગુજરાતનું સૌથી મોટું અને ભારતના છ મોટા બંદરો પૈકીના એક છે.
નારાયણ સરોવર
આ સ્થળનં મુખ્ય આકર્ષણ બંધની આજુબાજુના મંદિરો છે. શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખેલ ભારતના પાંચ પવત્રિ સરોવરોમાં નારાયણ સરોવર એક પવત્રિ સરોવર અને પ્રાચીન સમયથી પ્રખ્યાત ગણાય છે. નારાયણ સરોવર ગામમાં આ સરોવર પાસે આદિનારાયણનું મંદિર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોની શૈલીનાં છે નારાયણ સરોવર જોવાલાયક સ્થળ છે. રાજ્યના પ્રવાસનનિગમે આ સ્થળને પ્રવાસીઓ માટેના સંભવતિવિકાસ કેન્દ્ર તરીકે ગણ્યું છે.