આપણો જીલ્લા વિષે

              કચ્છ પ્રાચીન ભૂમિ છે. જેનો મહત્વનો પ્રાચીન ઇતિહાસ યુગ છે. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને કાચબાને મળતા ભુપૃષ્ઠ લક્ષણોને કારણે તેનું નામ કચ્છ પડયું. પ્રાચીન સાહિત્યમાં તેના આ નામનો ઉલ્લેખ છે. મલ્લીનાથીએ અમરકોષ પરના તેના ભાષ્ય સંજીવનીમાં તેની નીચાણમાં આવેલા ભેજવાળા પ્રદેશ કે પડતર જમીન તરીકે વ્યાખા કરી છે. પુરાણમાં જુના વખતમાં આ દેશની મુલાકાત લેનાર વિદેશી પ્રવાસીઓની આ પ્રદેશ પરની જુદી જુદી નોંધોમાં તેમજ શિલાલેખોમાં, તામ્રપત્રોમાં અને જૂના લખાણો અને હસ્તપ્રતોમાં તેનો આ નામ તરીકે ઉલ્લેખ છે. ખ્રિસ્તી યુગના પ્રારંભ અગાઉ સધ અને સૌરાષ્ટ્ર વચ્ચેના પ્રદેશને આભરિ તરીકે વર્ણવેલો છે કે જે નામનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે. ગ્રીક પ્રવાસી અને લશ્કરી સેનાપતિએ પણ ઇશુ ખ્રિસ્ત પહેલાની બીજી સદી દરમિયાન તેના આભીરના મૂળ નામને અપભ્રંશ કરીને આ પ્રદેશનો આબીરીયા કે અબીર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઇ.સ.ની ત્રીજી કે ચોથી સદી સુધી અને તે પછી પણ તેનો કચ્છ તેમજ આભરિ એમ બંને નામો તરીકે ઉલ્લેખ છે. આ વિસ્તારમાં આભીરો વસતા હતા તેના મૂળ નિવાસીઓ પરથી સૌ પ્રથમ આભરિ તરીકે ઓળખાયો. તેની આસપાસ પાણી અને ખરાબાની જમીનથી ધેરાયેલી અદ્વિતીય ભૌગોલકિ પરિસ્થતિને કારણે તે પાછળથી કચ્છ તરીકે ઓળખાયો..

                કચ્છની વહીવટી ભૂમિકા અસ્પષ્ટ લાગે છે. પ્રાચીન કાળથી ઉત્તર અને પૂર્વમાંથી આવેલી જુદી જુદી જાતિઓએ આ ભૂમિ પર વસવાટ કરેલ છે. જાણવા મળતા ઇતિહાસના સમા દરમિયાન તે વખતોવખત સધ અને ગુજરાત પર સત્તા ભોગવનાર જુદા જુદા રાજવંશોના આધપત્યિ હેઠળ રહેલું છે.તે એક વખત મૌર્ય સામ્રાજયનો ભાગ હતું. ત્યારબાદ તેશક, ક્ષત્રપ, ગુપ્ત, હૈહયોની સત્તા હેઠળ આવ્યો. પાછળથી તેના પર મૈત્રક, ગુર્જર, ચૌલુકય, ચાવડા, સોલંકી અને કાઠી અને બીજા ગુજરાતના રાજાઓએ રાજ્ય કર્યુ. આમ, કચ્છને ગુજરાત સાથે ગાઢ સંપર્ક રહ્યો છે જેના ઇતિહાસના પ્રવાહે આ પ્રદેશ પર ધણી અસર કરી છે.

              હાલનો કચ્છ જિલ્લો અગાઉના કચ્છ રાજ્યના રજવાડાં અને અગાઉના મોરબી રજવાડાનાં ૧૦ ગામનો બનેલો છે. ૧૯૪૭ પછી તે ભાગ-ગનું રાજ્ય હતું. તેનો વહીવટ મુખ્ય કમિશ્‍નર મારફત ભારત સરકાર કરતી હતી.

             નવેમ્બર-૧૯પ૬માં રાજ્યોની પુન:રચના થઇ અને વદિર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ સાથે બૃહદ દ્વિભાષી મુંબઇ રાજય રચવામાં આવ્યું અને કચ્છ જિલ્લો દ્વિભાષી રાજ્યનો એક ભાગ બન્યો. છેલ્લે ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઇ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ રાજ્યો રચાયાં તે તારીખથી કચ્છ જિલ્લો નવા રચાયેલ ગુજરાત રાજ્યનો એક ભાગ બન્યો.

            કચ્છ જિલ્લાના કેટલાક ભાગ પર સાર્વભૌમત્વ બાબતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદના ઝધડા હોવાથી સ્વતંત્રતા બાદ કચ્છ જિલ્લા પર ખાસ ધ્યાન અપાયું. ભારત અને પાકિસ્તાન સરહદે વિવાદ નિષ્પક્ષ પંચને સોંપવાનું નક્કી કર્યું. ૩૦મી જૂન, ૧૯૬પના રોજ તેઓ પણ સંમત થયા કે પંચનો નર્ણિય બન્ને બંધનકર્તા રહેશે અને કોઇપણ પ્રકારના કારણોસર તેની સામે વાંધો ઉઠાવી શકશે નહીં. જિનિવા ખાતે આ પંચનું મુખ્ય મથક હતું પંચે બન્ને પક્ષોની દલીલો સાંભળી બન્ને પક્ષકારોએ રજૂ કરેલા દસ્તાવેજ, નકશા વગેરે તપાસ્યા અને ૧૯મી ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ પોતાનો ચુકાદો આપ્યો તે ભારત પાકિસ્તાન પશ્ચમિ સરહદ કેશ પંચના ચુકાદામાં સમાવષ્ટિ છે. તદ્‍નુસાર જમીન પર થાંભલા ઉભા કરીને સરહદનું સીમાંકન કાર્ય ૧૯૬૮માં હાથ ધરવામાં આવ્યુંઅને જૂન ૧૯૬૯માં તે પૂરૂં થયું. કચ્છ જીલ્લા પંચાયત.