નાના કમ્પ્યુટર

 ભારતના 8 સૌથી સસ્તા ટેબલેટ કોમ્પયુટરની તસવીરી ઝલક

        જો તમે ભારતમાં સસ્તા ટેબલેટ કોમ્પયુટર શોધી રહ્યા છો, તમારે જીપીએસ, વાઇફાઇ, 3જી જેવી કેટલીક અદ્યતન સુવિધાઓ સાથેનું કોમપ્યુટર શોધી રહ્યા છે, તો આ તમામ ગુણો સાથેના સસ્તામાં ટેબલેટ પીસી આ રહ્યા. અમે તમારા માટે આઠ સસ્તા ટેબલેટ કોમ્પયુટર કે જે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે, તે અહીં રજૂ કર્યા છે.


        એમએસઆઇ વિન્ડપેડ 100એ (MSI WindPad 100A) આ ખૂબ જ સ્લીમ ડિવાઇસ અને 1280 x 800નું આઇપીએસ સાથેનું છે. તેમાં અલગ પોર્ટસ 3.5એમએમ ઓડિયો જેકની સાથે એચડીએમઆઇ અને યુએસબી પણ ઉપલબ્ધ છે. તેમાં બે વિકલ્પો ઉપલબ્ધ છે અકે 16જીબી અને 32 જીબી ટેબલેટ. તેની કિંમત અંદાજે રૂ.17,000 છે.


              એચસીએલ સાક્ષાત (HCL Sakshat) આ ટેબલેટનું ડિસ્પલે 7 ઇંચનું, યુએસબી પોર્ટસ એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવ અને સ્પોર્ટડ એપ્લીકેશન, પીડીએફ ડ્રાઇવ, પાવર પોઇન્ટસ એક્સલ, વર્ડ, વિડિયો સ્ટ્રીમીંગ, ઝીપ-અનઝીપ ફેસિલીટ, વેબ બ્રાઉઝિંગ અને ફ્લેશ વીડિયો વગેરે ફિચર્સ છે. આ અદભુત ટેબલેટ માર્કેટમાં ફક્ત 35 ડોલરમાં એટલે કે અંદાજે રૂપિયા 1500માં ઉપલબ્ધ છે.


          રિલાયન્સ 3G ટેબ (Reliance 3G Tab) આ ટેબલેટમાં 7 ઇંચનું ડિસપ્લે, એંડ્રોયડ 2.3 છે. આ ટેબમાં એસડી સ્ટોરેજ સ્પેસને 32 જીબીથી પણ વધુ સપોર્ટ કરે છે. આ ટેબલેટમાં બે કેમેરા આગળ અને પાછળ 2એમપીના છે. ઘણા બધા ફિચર્સની સાથે વીડિયો સ્ટ્રીમિંગ, વીડિયો કોલીંગ, મોબાઇલ ટીવી છે. જેની કિંમત રૂપિયા 12999 છે.


               એમએસઆઇ એન્જોય 10 (MSI Enjoy 10) સસ્તા ટેબલેટમાં આ એક સારો વિકલ્પ છે. વિન્ડપેડ 100એ અને 100ડબલ્યુની સરખાણીમાં ઘણું સસ્તું છે. ડિવાડઇ 512 એમબી રેમની, 4જીબી તથા સ્ટોરેજ, 2એમપી બંને કેમેરામાં અને રિઝોલ્યુશન 1024 x 768 પિક્સલ છે. તેની કિંમત રૂપિયા 14999.


             સ્પાઇસ એમઆઇ-720 (Spice MI-720) આ ટેબલેટ ઘણા ભારતીય ગ્રાહકોની પસંદગીની છે. એમઆઇ700 જે ઓપરેટિંગ સીસ્ટમ એંડ્રોયડ 2.2 ફ્રોયો પર ચાલે છે. વાઇ-ફાઇ, બ્લુટુથ, સિમ, વીઝીએ આગળ અને પાછળ 3એમપી કેમેરા, બ્લુટુથ વગેરે ફિચર છે.


              એમએસઆઇ એન્જોય 7 (MSI Enjoy 7) આ ટેબલેટમાં ઘણા બધા ફિચક્સમાં છે. તેમાં હાઇલાઇસ રિઝોલ્યુશન 800 x 480 પિક્સલ છે. તેની કિંમત અંદાજે રૂપિયા 13,999 છે.


               બિટલ મેજિક (Beetel Magi) બિટલ ટેક વિક્સાવેલા આ સસ્તા ટેબલેટમાં એંડ્રોડય 2.2 ઓપરેટિંગ સિસ્ટમ અને 8જીબી મેમરી છે. જેને 16 જીબી સુધી વધારી શકાય છે. આ ટેબલેટની બેટરી લાંબા સમય સુધી ચાલે છે. વાઇ-ફાઇ, 3જીફંકશન અને આગળ-પાછળ 2એમપીના કેમેરા ઉપલબ્ધ છે. બજારમાં તેનો ભાવ રૂપિયા 8999 છે.


           ઝિંગલાઇફ ઝેડએલ101 (Zinglife ZL101) 10 ઇંચના ટેબલેટમાં ઝિંગલાઇફ પ્રક્રિયા સાથે એંડ્રોયડ 2.2 છે. બજારમાં તે રૂપિયા 12300માં ઉપલબ્ધ છે.